Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ

નેત્રંગ પોલીસે રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

ભરૂચ : વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસે એક આરોપી સહિત 3 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે. તો સાથે જ અન્ય એક ભાગેડુ આરોપીની પણ ધડપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, ઉમરગામ વાલીયા તરફથી એક સફેદ કલરની ફોર વ્હિલ કાર નં. GJ-06-FK-6025માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ચાસવડ તરફ આવનાર છે. જે બાતમી આધારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ખાનગી વાહન મારફતે નિકળી ચાસવડ ચોકડી ઉપર વોચમાં ગોઠવવામાં આવી હતી, ત્યારે દોલતપુર-ઝરણા ગામ તરફથી ચાસવડ ચોકડી તરફ બાતમી મુજબની ફોર વ્હિલ કાર આવતા ઉભી રખાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જેથી કારચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલ નંગ 477 જેની કુલ કિંમત 63,450 રૂપિયા તથા ફોર વ્હિલ કાર જેની કુલ કિંમત 2,50,000 રૂપિયા તથા 1 નંગ મોબાઇલ ફોન જેની કિંમત 3,000 રૂપિયા મળી કુલ 3,16,450 રૂપિયાના મુદ્દામાલ સહિત વલિયાના રહેવાસી અશોક વસાવા ઝડપી પાડવામાં આવ્યો હતો. તો સાથે જ અન્ય એક ભાગેડુ આરોપી રાહુલ વસાવાની ધડપકડ કરવાના પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story