Connect Gujarat
ગુજરાત

ભરૂચ: આવતીકાલે વાલિયાના ચંદેરીયા ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલન, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAP-BTPના ગઠબંધનની સત્તાવાર જાહેરાત થશે

ભરૂચના વાલિયા ખાતે આવતીકાલે સંમેલન યોજાવા જઇ રહ્યું છે જેમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વિશેષ ઉપસ્થિત રહેશે

ભરૂચ: આવતીકાલે વાલિયાના ચંદેરીયા ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલન, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAP-BTPના ગઠબંધનની સત્તાવાર જાહેરાત થશે
X

ગુજરાત વિધાનસભાની છૂટની નજીક આવી રહી છે ત્યારે રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની રહી છે . ગુજરાતમાં મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તો આ તરફ આમ આદમી પાર્ટી પણ જોર અજમાવી રહી છે જેના ભાગરૂપે ભરૂચના વાલિયા ખાતે આવતીકાલે સંમેલન યોજાવા જઇ રહ્યું છે જેમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ઝગડિયાના ધારાસભ્ય છોટુ વસાવા,ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા,ગુજરાત આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા,ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ પણ હાજરી આપશે. આવતીકાલે યોજાનાર કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે...

-અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર નજર કરીયે

તા:30/04/2022

● રાત્રે 09:00 વાગ્યે સુરત એરપોર્ટ પર આગમન

● સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ

તા:01/05/2022

● સવારે 09:00 વાગ્યે સુરત સર્કિટ હાઉસથી ભરૂચ(વાલિયા) તરફ જવા પ્રસ્થાન

● બપોરે 11:00 વાગ્યે MLA છોટુ વસાવાના નિવાસ સ્થાન માલજીપૂરા (ઝઘડીયા) પહોંચશે અને મિટિંગ કરશે.

● બપોરે 12:00 વાગ્યે BTPના સંસ્થાપક છોટુ વસાવા અને AAP રાષ્ટ્રીય સંસ્થાપક અરવિંદ કેજરીવાલ સંયુક્ત રીતે ચંદેરીયા ગામ ખાતે "આદિવાસી સંકલ્પ મહાસંમેલન"ને સંબોધિત કરશે.

● બપોરે 01:30 વાગ્યે છોટુભાઈ વસાવાના નિવાસ સ્થાને ભોજન સમારોહ

● બપોરે 02:00 થી 03:00 સુધી કેટલાક રાજકીય અગ્રણીઓ સાથે મુલાકાત કરશે.

● બપોરે 03:00 વાગ્યે વડોદરા એરપોર્ટ તરફ જવા રવાના થશે.

● સાંજે 08:00 વાગ્યે એરપોરથી દિલ્લી તરફ જવા રવાના થશે.

Next Story