Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કે જે પોલીટેકનિક કોલેજ ખાતે "સેલ્ફ અલાયમેન્ટ" વિષય પર વિધાર્થીઓને માર્ગદર્શન અપાયું

ભરૂચ જિલ્લાના નંદેલાવ સ્થિતકે જે પોલિટેકનિક કોલેજ ખાતે કોલેજના વિધાર્થીઓ પોતાના જીવનમાં વ્યવસ્થિત રીતે પોતાના ભવિષ્યના નિર્ણયો વ્યવસ્થિત રીતે લઈ શકે

ભરૂચ : કે જે પોલીટેકનિક કોલેજ ખાતે સેલ્ફ અલાયમેન્ટ વિષય પર વિધાર્થીઓને માર્ગદર્શન અપાયું
X

ભરૂચ જિલ્લાના નંદેલાવ સ્થિતકે જે પોલિટેકનિક કોલેજ ખાતે કોલેજના વિધાર્થીઓ પોતાના જીવનમાં વ્યવસ્થિત રીતે પોતાના ભવિષ્યના નિર્ણયો વ્યવસ્થિત રીતે લઈ શકે અને જીવનમાં કઈ રીતે આગળ વધવું અને કેવી રીતે આગળ વધવું તે હેતુસર જુનિયર ચેમ્બર ઈંટરનેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું .



જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્રારા ગત તારીખ 10મીના રોજ કે જે પોલીટેકનિક કોલેજ ખાતે "સેલ્ફ અલાયમેન્ટ"વિષય પર કોલેજના વિદ્યાર્થીઓને જેસીઆઈના નેશનલ ટ્રેનર જેસી કિંજલ શાહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો .બાળકોમાં જીવનના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે અને મહત્વનાં નિર્ણયો જાતે લઈ તેને સાર્થક કરી તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . આ સેમિનારમાં જેસીઆઇ ભરૂચના પ્રમુખ જેસી દીશા ગાંધી ,આઈ પી પી જેસી જગદીશ પટેલ, તથા પ્રોજેક્ટ ચેરપરસન જેસી પાર્વતી ચૌધરી હાજર રહ્યા હતા. પ્રિન્સિપાલ રિંકુએ જેસીઆઇનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story