ભરૂચ: રોટરી ક્લબ ઓફ ફેમિનાનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

New Update

ભરૂચ રોટરી ક્લબ ઓફ ફેમિનાના શપથ ગ્રહણ સમારોહનું આયોજન 12 જુલાઈ 2021ના રોજ જે.પી.કોલેજના સ્વામી અતુલાનંદ સભાગૃહમાં કરવામાં આવ્યું હતું .સમારોહના મુખ્ય અતિથિ જીલ્લા સમાહર્તા ડો.એમ.ડી.મોડીયાએ તેમના સંદેશ દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીનાને તેમની પ્રવૃત્તિઓ માટે પ્રશંસા કરી હતી અને ફેમિનાને ખૂબ ઊંચાઈએ પહોંચવાની આશા વ્યક્ત કરી હતી.

Advertisment

ઇન્સ્ટોલિંગ ઓફિસર ડીસ્ટ્રીકટ ગવર્નર સંતોષ પ્રધાને ઇન્ટરેક્ટ ક્લબ ઓફ એસવીએમએસના બોર્ડના સભ્યોને શપથ અપાવ્યા હતા અને ત્યારબાદ નવનિયુકત પ્રમુખ રોટેરીયન શૈલજા સિંહ અને તેમના બોર્ડ ઓફ ડાયરેકટર્સની ટીમને ઔપચારિક રીતે શપથ અપાવ્યા હતા. સમારોહમાં શાસનાધિકારી નિશાંત દવે, પીડીજી દેવાંગ ઠાકોર, એજી કિર્તીબેન જોષી, એજી કેતન શાહ, સભ્યપદ અધ્યક્ષ અમરદીપસિંહ બુનેટ, ઉપપ્રમુખ ડીસીએમ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીતમાકુવાલા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા॰ આ સમારોહમાં વર્ષ 2020-21માં કરવામાં આવતી પ્રવૃત્તિઓની ઝલક આપવામાં આવી હતી અને વર્ષ 2021-22 માટેના કરવામા આવનાર કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો.

Advertisment
Latest Stories