-
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક બન્યો હતો બનાવ
-
ઉકાઈ જમણાકાંઠા નહેરમાં ઠલવાતો હતો રસાયણિક કચરો
-
મામલામાં આખરે નોંધાઇ પોલીસ ફરિયાદ
-
નહેર વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી
-
GPCBના અધિકારીઓની નફ્ફટાઈ
અંકલેશ્વર ગુજરાત નિયંત્રણ બોર્ડના પાપનો સિંચાઈ વિભાગે પર્દાફાશ કર્યો છે.ઉકાઈ જમણા કાંઠા નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવના મામલામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી હોવા છતાં બોર્ડના અધિકારીઓ પોલીસ ફરિયાદ કરી ન હતી અને આખરે નહેર વિભાગે આ મામલે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે .ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરીએ હેઝાડ્સ કેમિકલ વેસ્ટને બાકરોલ નજીક નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો.
ઘટનાના પગલે અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીને મળતો પાણી પુરવઠો અટકાવી તળાવોના ઇનલેટ વાલ્વ બંધ કરાયા હતા. બાકરોલ ગામના અગ્રણીઓ આ પ્રકારની ચિતાજનક ઘટના વારંવાર બનતી હોવાના આક્ષેપ કરાયા હતા. અત્યંત ગંભીર ઘટના બાબતે આખરે ગુનો નોંધી પોલીસ તપાસ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. આજે ઉકાઈ જમણાં કાંઠા નહેરના અધિકારીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેકટર કે જી સિસોદિયાએ તપાસ હાથ ધરી કેમિકલ માફિયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.