-
નર્મદા મૈયા બ્રિજ પર બની ઘટના
-
યુવાને નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ
-
માછીમારોએ યુવાનનો જીવ બચાવ્યો
-
પતિ પત્નીના કંકાસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી
-
બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી આજરોજ સવારના સમયે યુવાને નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. યુવાને નદીમાં ભૂસકો લગાવતા જ અંદર માછીમારી કરી રહેલા માછીમારોએ આ દ્રશ્ય જોયા હતા જેના પગલે તેઓએ તરત જ દોડી જઇ યુવાનનો જીવ બચાવ્યો હતો.આ અંગેની જાણ કરવામાં આવતા જ એમ્બ્યુલન્સ અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.ભરૂચના કુકરવાડા વિસ્તારમાં રહેતા પતિ પત્નીના ઝઘડામાં પતિએ પત્નીની નજર સામે જ નર્મદા મૈયા બ્રિજમાં ઝંપલાવ્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.