અંકલેશ્વર : મામલતદાર કચેરીમાં E-KYC માટે લોકોને ધરમના ધક્કા

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે એ કેવાયસી માટે લોકોએ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે બપોરે 12 વાગ્યા સુધી કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાથી લોકોએ કીમતી સમય વેડફવાનો વારો આવ્યો હતો

New Update
Advertisment
  • અંકલેશ્વર મામલતદાર કચેરીના દ્રશ્યો

  • સરકારી કામો માટે અરજદારોને ધરમના ધક્કા

  • E-KYC માટે લાગે છે લાઇન

  • બપોર સુધી કામગીરી ચાલુ ન થતા લોકોમાં રોષ

  • જટિલ પ્રક્રિયાના કારણે લોકો પરેશાન

Advertisment
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે એ કેવાયસી માટે લોકોએ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે બપોરે 12 વાગ્યા સુધી કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાથી લોકોએ કીમતી સમય વેડફવાનો વારો આવ્યો હતો
આધાર કાર્ડ, રેશનકાર્ડ, જન્મ તારીખના દાખલા, આવકના દાખલા સહિતના કામો ક્યારેય એક દિવસમાં થઈશકતા નથી. સરકારી કચેરીએ આવતા લોકોને વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે.તેની પાછળનું કારણ ટેકનિકલ ઈશ્યુ અને કર્મચારી-અધિકારીઓની કામચોરી જવાબદાર છે. ત્યારે  હાલ અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં E-KYC માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. વિદ્યાર્થી અને વાલીને આધાર કાર્ડ કઢાવવા માટે અનેક ધક્કા ખાવા પડે છે.વહેલી સવારથી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ અનેક દિવસો સુધી આધાર કાર્ડ નીકળી શકતું નથી.
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે લાભાર્થીઓ ધક્કા ખાતા જોવા મળ્યા હતા તો અધિકારીની કેબિન બહાર તાળું લટકતું હતું પરંતુ અંદર લાઈટ અને પંખા પણ ચાલુ હતા.બપોરે 12 વાગ્યા સુધીમાં કોઈ જ કર્મચારી કે અધિકારી હાજર ન હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે.આ અંગે લાભાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કોઈના કોઈ કારણસર તેઓનું કામ થતું નથી ત્યારે આ બાબતે પ્રક્રિયા ઝડપી બનાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે
Advertisment
અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે આ અંગે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ કામ જે એજન્સીને આપ્યું છે તેના માણસને કોર્ટમાં કામ હોવાથી બપોર સુધી આવી શક્યો ન હતો બપોર બાદ કામગીરી રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવી છે.
Latest Stories