ભરૂચ: નેત્રંગમાં શાળાના મકાનની માંગ સાથે 100 વિદ્યાર્થીઓ ટેમ્પામાં સવાર થઈ આવેદનપત્ર આપવા પહોંચ્યા

ભરૂચના નેત્રંગમાં શિક્ષણ પ્રણાલીની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. 100થી વધુ વિદ્યાર્થી ટેમ્પામાં બેસી આવેદન આપવા મજબૂર બન્યા હતા

New Update
  • ભરૂચના નેત્રંગનો બનાવ

  • વિધ્યાર્થીઓ આવેદનપત્ર આપવા પહોંચ્યા

  • ટેમ્પામાં બેસી આવેદનપત્ર આપવા પહોંચ્યા

  • શાળાના નવા મકાનની માંગ

  • વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબુર

ભરૂચના નેત્રંગમાં શિક્ષણ પ્રણાલીની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. 100થી વધુ વિદ્યાર્થી ટેમ્પામાં બેસી આવેદન આપવા મજબૂર બન્યા હતા
ભરૂચના નેત્રંગ તાલુકામાં શિક્ષણની દયનીય સ્થિતિનો જીવંત દાખલો સામે આવ્યો છે. 1 થી 8 ધોરણના આશરે 100 જેટલા વિદ્યાર્થીઓને ટેમ્પામાં બેસાડી નેત્રંગ તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર આપવા લઈ જવામાં આવ્યા હતા. ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાથી હજી સુધી શાળાનું કામ આપવામાં આવ્યું નથી જે બે ઓરડા હતા તે પણ બે વર્ષ પહેલા જર્જરિત હોવાના કારણે ઉતારી લેવામાં આવ્યા હતા અને હવે ત્યાં છે ફક્ત ખાલી જગ્યા.ગામની નવી શાળા માટેની ટેન્ડર પ્રક્રિયામાં લાંબા સમયથી વિલંબ થતા છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક સુવિધાઓ વગર ભણવું પડી રહ્યું છે.ત્રણે ઋતુઓ—ઉનાળો, ચોમાસું અને શિયાળોનો માર સહન કરતા વિદ્યાર્થીઓ ખુલ્લામાં જ અભ્યાસ કરે છે. શાળામાં કોઈપણ આધારીય સુવિધા નથી. વિદ્યાર્થીઓને દયનીય પરિસ્થિતિમાં અભ્યાસ કરવો પડે છે જ્યારે ગ્રામજનો લાંબા સમયથી રજૂઆતો કરે છે પણ હજી સુધી કોઈ સ્થાનીક સ્તરે કાર્યવાહી દેખાતી નથી.
Latest Stories