ભરૂચ : શુકલતીર્થ ખાતે કારતકી પૂર્ણિમાના મેળાનો થશે પ્રારંભ

ભરૂચથી 17 કિલોમીટરના અંતરે આવેલ શુક્લતીર્થ ગામ ખાતે કારતકી અગિયારસના દિવસથી 7 દિવસીય ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

New Update
  • શુક્લતીર્થ ગામે 7 દિવસીય ભાતીગળ મેળાનું આયોજન

  • કારતકી અગિયારસના દિવસથી મેળાનો કરાશે પ્રારંભ

  • ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને ઓપ

  • ખાણીપીણીના સ્ટોલ સહિત વિવિધ રાઈડ મેળાનું આકર્ષણ

  • રાજ્યમાંથી લાખોની સંખ્યામાં લોકો મેળો મહાલાવા ઉમટશે

ભરૂચથી17 કિલોમીટરના અંતરે આવેલ શુક્લતીર્થ ગામ ખાતે કારતકી અગિયારસના દિવસથી 7 દિવસીયભાતીગળમેળાનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે શુક્લતીર્થ ગ્રામ પંચાયત તેમજ વહીવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ખાતે તા. 12 નવેમ્બરથી યોજનારભાતીગળ મેળાને અનુલક્ષીને તડામાર તૈયારીઓ શુકલતીર્થ પંચાયત દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. મેળા દરમ્યાન પંચાયત દ્વારા 600થી વધુ પ્લોટોની ફાળવણી કરી લાઈટપાણીસીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે. મેળામાં ચગડોળ સહિતના મનોરંજનના સાધનોની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. મેળાની મજા માણવા રાજ્યભરમાંથી લોકો ઉમટી પડશેત્યારે શુકલતીર્થ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા ભાતીગળ મેળાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

શુકલતીર્થગામે કારતક સુદની કારતકી અગિયારસના દિવસથી પૌરાણિક જાત્રાને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શુકલતીર્થ ગામમાં સ્વયંભૂ વિષ્ણુ ભગવાનની પ્રતિમા તેમજ શુકલેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. એક પટકથા અનુસારભગવાન શ્રી હરિ સવારે બાળક અવસ્થામાંબપોરે યુવા અવસ્થા તેમજ સાંજે વૃદ્ધ અવસ્થામાં ભક્તોને દર્શન આપે છે. આજે પણ આ મૂર્તિમાં 3 અવસ્થામાં ભગવાન દર્શન આપતા હોવાની માન્યતા છે. દર કારતક સુદ પુનમના રોજ ભગવાન વિષ્ણુનો જન્મ દિવસ હોવાથી શુકલતીર્થમાં ભવ્ય ભાતીગળ મેળો યોજાય છે. તો બીજી પટકથા અનુસારરાજા ચાણક્યને ઉમાપતિની આરાધના કર્યા બાદ શુકલતીર્થ ખાતે મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. આ સ્થળે પાતાળમાંથી સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયું હતુંજે આજે શુકલેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે.

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ખાતે મેળાના પગલે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છેત્યારે અહી મોજ અને મજા માટે આવતા લોકો માટે ખાણીપીણી સહિત બાળકો માટે રમકડાં તેમજ ઘર વપરાશની ચીજવસ્તુઓના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છેત્યારે સ્ટોલ મારફતે અનેક લોકો રોજગારી મેળવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

ભરૂચથી 17 કિલોમીટર દૂર આવેલા શુક્લતીર્થ ગામે કારતકી અગિયારસના દિવસથી 7 દિવસ ભાથીગળ મેળો ભરાય છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં લોકો મેળાને મહાલાવા ઉમટી પડે છે. ઉલ્લેખનીય છે કેઆ મેળામાં આજુબાજુના ગામોમાંથી લોકો ટેન્ટ બાંધીને 5 દિવસ પોતાના પરિવાર સહિત મેળાની મજા માણવાની સાથે સંયુક્ત કુટુંબની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે.

Read the Next Article

ભરૂચ: તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, નેત્રંગમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

New Update
Screenshot (130)

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 4 ઇંચ નોંધાયો હતો.

તો બીજી તરફ વાલીયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો આ તરફ હાંસોટમાં 15 મિલીમીટર અને અંકલેશ્વરમાં 21 મિલીમીટર તો ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ તરફ ભરૂચમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો જંબુસરમાં 5 મિલીમીટર આમોદમાં 7 મિલીમીટર અને વાગરામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સવારથી પણ ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે