New Update
ભરૂચમાં સામે આવ્યો આગનો બનાવ
ભોલાવ એસ.ટી.બસ ડેપોમાં આગ
વર્કશોપમાં ટાયરના ગોડાઉનમાં આગ
175 જેટલા ટાયર બળીને ખાક
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ એસ.ટી. ડેપોના વર્કશોપમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. 4 જેટલા ફાયર ફાઈટરોએ ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે દહેજની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળ્યા બાદ ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ એસ.ટી. ડેપોમાં પણ આગનો બનાવ સામે આવ્યો હતો. એસ.ટી. ડેપોમાં આવેલા વર્કશોપમાં આગ ફાટી નીકળી હતી વર્કશોપમાં ટાયરનો મોટો જથ્થો હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. સમય સુચકતા વાપરી કર્મચારીઓ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા.આ અંગેની જાણ કરવામાં આવતા જ ભરૂચ નગર સેવાસદનના 4 ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ગોડાઉનમાં વેન્ટીલેશનના અભાવે ફાયર ફાયટરોએ દીવાલ તોડી આગ પર કાબુ મેળવવા કામગીરી કરી હતી.આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગોડાઉનમાં 175 જેટલા નવા ટાયરોનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો જે બળીને ખાક થઈ જતા એસટી વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે