ભરૂચ: પોલીસે ઉદ્યોગકારોને આપી સૂચના, ડ્રગ્સનું ઉત્પાદન- કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ નહીં ચલાવી લેવાય !

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંક્લેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ તેમજ સાયખા જીઆઇડીસીના ઉદ્યોગકારો સાથે ખાસ અવેરનેસ સેમિનાર અંકલેશ્વરમાં રાખવામાં આવ્યો હતો.

New Update
  • ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • અંકલેશ્વરમાં જન જાગૃતિ સેમિનાર યોજાયો

  • ડ્રગ્સનું ઉત્પાદન રોકવા વિશેષ સૂચના

  • કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ અટકાવવા માર્ગદર્શન

  • ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓએ આપી હાજરી

Advertisment
અંક્લેશ્વરમાં ઉદ્યોગકારો માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ અને ડ્રગ્સના ઉત્પાદનને રોકવા માટે વિશેષ સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંક્લેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ તેમજ સાયખા જીઆઇડીસીના ઉદ્યોગકારો સાથે ખાસ અવેરનેસ સેમિનાર અંકલેશ્વરમાં રાખવામાં આવ્યો હતો. જેમાં જીઆઇડીસીઓમાં આવેલાં નાના-મોટા ફાર્માસ્યુટીકલ એકમોમાં બનતાં ડ્રગ્સનું મોનિટરીંગ થાય, નાર્કોટિક્સ સિન્થેટિક્સ ડ્રગ્સનું ઉત્પાદન ન થાય, પર્યાવરણ અને સજીવ સૃષ્ટીને હાનિકારક એવા હેઝાર્ડવેસ્ટનો ગેરકાયદે રીતે નિકાલ ન થાય ઉપરાંત કંપનીમાં ઉપપેદાશ તરીકે બનતાં ઇથેનોલ-મિથેનોલ જેવા પ્રોડક્ટના ખરીદ-વેચાણ અને હેરાફેરીનું યોગ્ય મોનિટરીંગ કરી શકાય તે માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી.
સેમિનારમાં ભરૂચ એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, ગેરકાયદે હેઝાર્ડવેસ્ટ નિકાલ કરતી ટોળકી તેમજ પરોક્ષ રીતે  નાના-મોટા ઔદ્યોગિક એકમોને આ પ્રકારની પ્રવૃતિ ન થાય તેની તકેદારી રાખવા સુચના આપી હતી. સાથે જિલ્લામાં અકસ્માતના વધતાં બનાવોને લઇને કંપનીના તમામ કર્મચારીઓ હેલમેટનો ઉપયોગ કરે એ કાયદાનું પાલન કરે તે માટે સુચના આપી 31મી માર્ચ સુધીમાં અમલીકરણ માટેનો સમય આપવામાં આવ્યો છે તેમજ જો તે બાબતોનું અમલીકરણ નહીં થાય તો પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ સેમિનારમાં વિવિધ ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,ફૂડ સેફટી વિભાગના અધિકારીઓ તેમજ એસ.ઓ.જી.સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Latest Stories
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment
Latest Stories