ભરૂચ: એક દિવસના ઇન્ટરવલ બાદ ફરી વરસાદી માહોલ

એક દિવસના વિરામ બાદ ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં હાંસોટ અને નેત્રંગમાં સૌથી વધુ બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો

author-image
By Connect Gujarat Desk
New Update

એક દિવસના વિરામ બાદ ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં હાંસોટ અને નેત્રંગમાં સૌથી વધુ બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો

એક દિવસના વિરામ બાદ ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચનાં હાંસોટ અને નેત્રંગ પંથકમાં છેલ્લા 24 કલાકમાં બે- બે ઇંચ વરસાદ નોંધાયો હતો તો જંબુસર આમોદ અને વાગરા તાલુકો વરસાદથી વંચિત રહ્યો હતો. આ તરફ ભરૂચમાં 10 મિલીમીટર ઝઘડિયામાં 4 મિલિમિટર, અંકલેશ્વરમાં 2 મિલીમીટર અને વાલીયામાં 20 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. ખેતીને અનુકૂળ આવે તેવા વરસાદથી ખેડૂતોમાં ફરી એકવાર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર અને હાસોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો

Latest Stories