ભરૂચ: વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય સંજોગોમાં મોત, ઘરમાંથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યા !

ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના વાલિયાનોચકચારી બનાવ

  • ગણેશ ગાર્ડન સોસાયટીમાં બન્યો બનાવ

  • શિક્ષક દંપત્તિનો મૃતદેહ મળી આવ્યો

  • તેમના જ ઘરમાંથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળ્યો

  • હત્યા કે આત્મહત્યા ઘૂંટાતું રહસ્ય

ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહમળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાંથી શિક્ષક દંપતીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમની પત્ની લતાબેન બોડાદરાનો તેમના જ મકાનમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગતરોજ આખા દિવસ દરમિયાન મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજુગતુ લાગ્યું હતું આથી તેઓએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાની સાથે જ વાલીયા પોલીસનો કાફલો સોસાયટીમાં પહોંચ્યો હતો અને મકાનનો દરવાજો તોડી અંદર જોયું હતું તો પતિ અને પત્નીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમના પત્ની લતાબેન બોડાદરા ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. આ અંગેની જાણ થતાની સાથે જ ઝઘડિયા એ.એસ.પી. અજય કુમાર મીણા સહિત ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે.પોલીસેબન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.મૃતક પતિ પત્નીના શરીર પર તીક્ષણ હથિયારના ઘા જોવા મળ્યા હતા ત્યારે  શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment