Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કિશોરીઓ માટે સોશ્યલ મીડિયાના ફાયદા-ગેરફાયદા અંગે માર્ગદર્શક કાર્યક્રમ યોજાશે, વાંચો કેવી રીતે લેવાશે ભાગ..!

ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા ટી.વી. ચેનલ વંદે ગુજરાત-૧ પર દર સોમવારે બાળકો માટે પ્રિસ્કુલ કાર્યક્રમ તેમજ દર મંગળવારે સગર્ભા, ધાત્રી તથા કિશોરીઓ માટે સેટકોમ રજુ કરવામા આવે છે,

ભાવનગર : કિશોરીઓ માટે સોશ્યલ મીડિયાના ફાયદા-ગેરફાયદા અંગે માર્ગદર્શક કાર્યક્રમ યોજાશે, વાંચો કેવી રીતે લેવાશે ભાગ..!
X

ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા ટી.વી. ચેનલ વંદે ગુજરાત-૧ પર દર સોમવારે બાળકો માટે પ્રિસ્કુલ કાર્યક્રમ તેમજ દર મંગળવારે સગર્ભા, ધાત્રી તથા કિશોરીઓ માટે સેટકોમ રજુ કરવામા આવે છે, ત્યારે તા. ૨૧-૧૨-૨૦૨૧ના રોજ બપોરે ૨:૦૦થી ૨:૩૦ કિશોરીઓ માટેનો સેટકોમ કાર્યક્રમ પુર્ણ દિવસની ઉજવણી અંતર્ગત આવનાર છે.

કિશોરીઓ માટેનો સેટકોમ કાર્યક્રમ પુર્ણ દિવસની ઉજવણી અંતર્ગત સોશ્યલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા અંગે વિષય પર માર્ગદર્શન રજુ થનાર હોય તેથી તમામ કિશોરીઓને આ કાર્યક્રમ અવશ્ય નિહાળવા અનુરોધ કરવામા આવ્યો છે. આ કાર્યક્રમ પુર્ણ થયે કિશોરીઓ માટે ક્વિઝ રાખવામાં આવેલ છે. જેમા ભાગ લઈ પ્રશ્નોના જવાબ કિશોરીઓ આપે તે જરૂરી છે. આ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ ટી.વી.માં વંદે ગુજરાત ચેનલ-૧, મોબાઈલ જીઓ એપ મારફત વંદે ગુજરાત ચેનલ-૧ તેમજ WCD gujarat ફેસબુક પેજ પર નિહાળી શકાશે. કોઈ કારણોસર જીવંત પ્રસારણ નિહાળી ન શક્યા હોય તેઓ યુ-ટ્યુબ ચેનલ WCD gujarat પર અન્ય કોઈપણ સમયે નિહાળી શકાશે તેમ પ્રોગ્રામ ઓફીસર, આઈ.સી.ડી.એસ. શાખા, ભાવનગરની યાદીમાં જણાવાયુ છે.

Next Story