Connect Gujarat
ગુજરાત

ભાવનગર: ગઢેચી નદી પર બનેલા RCC પુલમાં કોંગ્રેસ દ્વારા ભ્રસ્ટાચારના આક્ષેપ,વિરોધ પ્રદર્શન યોજાયુ

મહાનગર પાલિકા દ્વારા શહેરના વિકાસના કર્યો કરી રોડ રસ્તા RCC બનાવવામાં આવે છે અને શહેરના મોટાભાગના રોડ લોકોની સુવિધા માટે RCC રોડ બનાવવામાં આવ્યા છે.

X

ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ગઢેચી નદી પર બનેલા RCC પુલમાં માત્ર એક માસમાં જ કપચી નીકળવા લગતા કોંગ્રેસ દ્વારા ભ્રસ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના વિકાસના કર્યો કરી રોડ રસ્તા RCC બનાવવામાં આવે છે અને શહેરના મોટાભાગના રોડ લોકોની સુવિધા માટે RCC રોડ બનાવવામાં આવ્યા છે. પરંતુ સુવિધા માટે કરવામાં આવતી કામગીરી ભ્રસ્ટાચાર કરવાનો માર્ગ માર્ગ મોકળો બન્યો હોય તેમ નબળી ગુણવત્તા વાળી કામગીરી થતી હોવના કિસ્સા સામે આવી રહ્યા છે. ભાવનગર શહેરના ગઢેચી નદી પર બનાવવામાં આવેલો RCC પુલ અને રોડ માત્ર એક માસમાં જ તૂટવા લાગ્યો છે. મહાનગર પાલિકા દ્વારા અંદાજે રૂપિયા 50 લાખનો ખર્ચ કરી લોકોની સુવિધા માટે રોડ બનાવવામાં આવ્યો છે. પણ માત્ર એક માસમાં RCC રોડમાં સિમેન્ટને બદલે ધૂળ નીકળવા લાગી છે. અને કપચી પણ ઉખડવા લાગી છે. કોંગ્રેસના આગેવાનોએ રોડની સ્થળ મુલાકાત લઇ અને તપાસ કરતા RCC રોડ જાણે માટીથી બનાવ્યો હોય તેમ એક માસમાં તો તૂટવા લાગ્યો છે. જેને લઇ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મનપા ખાતે કરવામાં આવતી તમામ કામગીરીમાં કોન્ટ્રાકટર શાસક પક્ષના લગતા વળગતા હોય છે. અને પદાધિકારીઓ અને અધિકારીઓની મીલીભગતથી કોન્ટ્રાકટર આવા ભ્રસ્ટાચાર વાળા કામો કર છે. અને મનપાના શાસકો દ્વારા કોઈપણ આકરા પગલાં પણ લેવામાં આવતા નથી. અને લોકોના પૈસાનું પાણી થાય છે.

Next Story