Connect Gujarat
ગુજરાત

ભાવનગર: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હોમ ટાઉનમાં જ સરકારની મંજૂરી વગર ધો.1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરાયા!

ભાવનગરમાં સરકારના આદેશ પહેલા ઓફલાઇન પ્રાથમિક શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

X

ભાવનગરમાં સરકારના આદેશ પહેલા ઓફલાઇન પ્રાથમિક શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત હાદાનગરમાં આવેલ શાળા નંબાર 62માં ધો. ૧ થી ૫ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે

રાજય સરકાર દ્વારા કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં લઇને શાળામાં ઓફલાઇન અભ્યાસક્રમ બંધ કરવામાં આવ્યો હતો કોરોનામાં ઘટાડો થતાં સરકાર દ્વારા ધો .૬ થી ઓફલાઇન અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો પરંતુ રાજય સરકાર દ્વારા ધો .૧ થી ૫ નો અભ્યાસક્રમ શરૂ કરવા માટે કોઇ મંજુરી આપવામાં આવી નથી . તેમ છતાં ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલીત હાદાનગરમાં આવેલ શાળા નં. ૬રમાં ધો.૧ થી ૫નો અભ્યાસક્રમ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું . ધો .૧ થી ૫ નો અભ્યાસક્રમ શરૂ હોય આ બાબતે શાળાના આચાર્યનો સંપર્ક સાધતા આ બાબતે કંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. બીજી તરફ મીડિયા પહોંચતા વિદ્યાર્થીઓને તાત્કાલીક રજા આપી દેવામાં આવી હતી. રાજય સરકારની સુચના ન હોવા છતાં ઘો.૧ થી ૫ના વર્ગો કેવી રીતે શરૂ કરવામાં આવ્યા ? કોની મંજુરીથી શરૂ કરવામાં આવ્યા? એ સહિતના પ્રશ્નો ઉઠી રહ્યા છે


Next Story
Share it