ભાવનગર : 18 વર્ષથી ઓછી ઉંમર-લાઇસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા પોલીસનો પ્રયાસ...

ભાવનગરના પાલીતાણા શહેરમાં લાઇસન્સ વગર વાહન ચલાવતા સગીરો માટે ટાઉન પોલીસના પ્રોબેસનલ DYSP દ્વારા ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી.

New Update

ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા 18 વર્ષથી ઓછી ઉંમર અને લાઇસન્સ વગર વાહન ચલાવતા શાળાના વિદ્યાર્થી તથા તેમના વાલીઓમાં જાગૃતિ  લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

ભાવનગરના પાલીતાણા શહેરમાં લાઇસન્સ વગર વાહન ચલાવતા સગીરો માટે ટાઉન પોલીસના પ્રોબેસનલ DYSP દ્વારા ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં 18 વર્ષથી ઓછી ઉંમર અને લાઇસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓને ઉભા રાખીને તેમના લાઇસન્સ તેમજ તેમની વય મર્યાદા ચકાસવામાં આવી હતી. જેમાં અંદાજિત 15 જેટલા વિદ્યાર્થીઓ પાસે લાઇસન્સ અને 18 વર્ષથી ઓછી ઉંમરની ખામીઓ જોવા મળી હતી.

ત્યારે આ તમામ વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓમાં જાગૃતી આવે તે માટે સમજૂતી આપવા માટે પાલીતાણા ટાઉન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતાઅને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના વાલીને જાણ કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. જેમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોબેશનર  DYSP મનિષા દેસાઈ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે ટ્રાફિક નિયમ અવરનેસ માટે  મિટિંગ યોજવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓના વાલી પાસેથી કોઈપણ જાતનો દંડ વસુલાત કરવામાં આવ્યો નહતોઅને તમામ વાલીઓને પોતાના બાળકોના વાહનની ચાવીઓ સુપ્રત કરી દેવામાં આવી હતી. જે સેમિનાર બાબતે વાલીઓ દ્વારા પણ પોલીસની કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા. પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોબેશનર DYSP મનિષા દેસાઈએ જણાવ્યું હતું કેતમામ વિદ્યાર્થી અને વાલીઓને પોલીસ સ્ટેશન ખાતે માત્ર લોકોમાં જાગૃતિ આવે તે માટે જ બોલાવવામાં આવ્યા હતાઅને પાલીતાણાના લોકોમાં જ્યાં સુધી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી પોલીસની ડ્રાઈવ ચાલુ જ રહેશે.

Latest Stories