Connect Gujarat
ગુજરાત

ભાવનગર : 75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ

દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૫મા સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે.

ભાવનગર : 75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ
X

દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૫મા સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે. ભાવનગર જિલ્લામાં પણ આ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટિર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રીના મંત્રી જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ અવસરે રાષ્ટ્રધ્વજને લહેરાવીને સલામી આપશે. આ અંગેનો કાર્યક્રમ રવિવારના રોજ સવારના ૯-૦૦ વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એસ.પી.કચેરી, નવાપરા ખાતે યોજવામાં આવશે.

આ પ્રસંગે કોરોના વોરિયર્સનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવશે. આ સાથે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. ગણવેશ ધારી પોલીસ દળના જવાનો રાષ્ટગીતની સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ અવસરે શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ એસ.પી. કચેરીના મેદાનમાં આ અંગે યોજાનાર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ કોરોનાને અનુલક્ષીને લઇ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર અનુસાર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. રિહર્સલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, મદદનીશ કલેકટર પુષ્પલત્તા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાહુલ ગમારા, જિલ્લા પુરવઠા અધિકારી ભૂમિકા વાટલિયા, નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી, કોરડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it