Connect Gujarat
ગુજરાત

ભાવનગર : મધ્યાહન ભોજનની અક્ષયપાત્ર સંસ્થા વિરુદ્ધ મનપા દ્વારા દંડનીય કાર્યવાહી..!

આરોગ્ય વિભાગે વર્ષ 2022માં ફેબ્રુઆરી માસમાં અક્ષયપાત્ર સંસ્થાના રસોડામાંથી ઘઉં, ચોખા અને તેલના નમૂના પરીક્ષણ અર્થે લીધા

X

ભાવનગર શહેરની સરકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મધ્યાહન ભોજન પૂરું પાડતા અક્ષયપાત્રમાં વર્ષ 2022માં લેવામાં આવેલ નમૂનો પરીક્ષણમાં ફેલ થતાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વર્ષ 2022માં ફેબ્રુઆરી માસમાં અક્ષયપાત્ર સંસ્થાના રસોડામાંથી ઘઉં, ચોખા અને તેલના નમૂના પરીક્ષણ અર્થે લીધા હતા. જેનો રિપોર્ટ ગત તા. 4-6-2022ના રોજ આવ્યા બાદ નબળી ગુણવત્તાવાળો ખાદ્ય પદાર્થ હોવાનું સામે આવ્યું હતું. આથી કોર્ટમાં કેસ ચાલી જતાં અક્ષયપાત્ર સંસ્થાને 10000 રૂપિયાનો દંડ તેમજ ગુજરાત અંબુજા રિફાઇનરી પામોલિન સંસ્થાની કંપનીને રૂ. 1 લાખનો દંડ ઝીંકવામાં આવ્યો છે. જોકે, મહાનગરપાલિકાએ બાદમાં જાહેર કર્યું હતું કે, જ્યારે નમૂના લેવામાં આવ્યા, ત્યારે કોરોના સંક્રમણના પગલે મધ્યાહન ભોજનનું વિતરણ તા. 29-3-2023 સુધી બંધ રાખવામાં આવ્યું હતું. એટલે કોઈપણ ભોજન બાળકોને પીરસવામાં આવ્યું નથી કે, જેથી બાળકોના આરોગ્યની સાથે ચેડાં થાય.

Next Story