Connect Gujarat
ગુજરાત

ભાવનગર : જનપ્રતિનિધિઓ દ્વારા કરાતી રજૂઆતોનો સમયસર નિકાલ-ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે યોજાઇ હતી.

ભાવનગર : જનપ્રતિનિધિઓ દ્વારા કરાતી રજૂઆતોનો સમયસર નિકાલ-ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ
X

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના રસ્તાઓ, બીનઅધિકૃત દબાણો, વીજ ફીડર, શાળાના જર્જરિત તેમજ નવીન ઓરડાઓ, સિંચાઇ, આરોગ્ય, અનાજ સંગ્રહના ગોડાઉન, પ્લોટોની સનદ, વિધવા સહાય, પાણીની વ્યવસ્થા, જમીન માપણી, બીનખેતી વગેરે બાબતોને લગતા પ્રશ્નોની વિશદ સમીક્ષા કરવામાં આવી હતી.

ભાવનગર જિલ્લા કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા કરાતી રજૂઆતોનો સમયસર, વાજબી અને ઝડપી નિકાલ-ઉકેલ લાવવાની સાથો-સાથ સંબંધિત જનપ્રતિનિધિ તેનાથી સમયસર વાકેફ થાય તે રીતની કાર્યપ્રણાલી અપનાવવાં અનુરોધ કર્યો હતો. ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય જીતુ વાઘાણી, તળાજા ધારાસભ્ય કનુ બારૈયા, ગારીયાધાર ધારાસભ્ય કેશુ નાકરાણી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલે રજૂ કરેલી સમસ્યાઓ અને પ્રશ્નો પરત્વે સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા કલેક્ટરએ અધિકારીઓને સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી સમય મર્યાદામાં તે પ્રશ્નોનો ઉકેલ લાવવાં ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં કલેકટરએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી. આ બેઠકમાં પદાધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, મદદનીશ કલેક્ટર પુષ્પ લત્તા, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, કાર્યપાલક ઇજનેરઓ, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story