Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થા સહિત રૂ. 47 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો

ભાવનગર : ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થા સહિત રૂ. 47 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો
X

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રઘોળા ખાતે વિવિધ સ્થળોએ તા. ૧૫/૧૧/૨૦૨ ના રાત્રીના સમયે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઇ રહયું હોવાની જાણકારી મળતાં જેની આકસ્મિક ચકાસણી હાથ ધરી જિલ્લા પુરવઠા અઘિકારી ભૂમિકા વાટલિયા અને અમૃતલાલ અંટાલા મામલતદાર, ઉમરાળા સાથે રંઘોળા ખાતે દરોડા પાડી સમગ્ર રાત્રિ દરમ્યાન કરવામાં આવેલ તપાસણીની કાર્યવાહીમાં ટીમ દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલનો અંદાજિત ૬૦,૩૦૦ લીટરનો જથ્થો મળીને કુલ રૂ. ૪૭,૧૯,૬૦૦/- કિંમતનો જથ્થો સરકાર વતી સીઝ કરવામાં આવ્યો હતો.

રઘોળા ખાતે આ સીઝ કરેલ જથ્થા પૈકી બાયોડીઝલના નમુના પૃથક્કરણ અર્થે અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગરને મોકલવામાં આવશે. પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ સદરહું પેઢીના માલીક વિરુદ્ધ મહેસુલી કલેકટર, ભાવનગરની કોર્ટમાં કેસ ચલાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેર જનતાને જણાવાયુ છે કે, ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું ખરીદ/વેચાણ કરવું કાયદેસરનો ગુન્હો બને છે. વઘુમાં જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે, જિલ્લામાં બાયોડીઝલના ખરીદ/વેચાણ અંતર્ગત કોઇ ગેરરીતિ જણાય તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી, ભાવનગરનો સંપર્ક કરવો અથવા dso-bav@gujarat.gov.in પર ઇ-મેઇલથી જાણ કરવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.


Next Story