ભાવનગર : વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમા આચાર્યએ કર્યા રાજપરા ખોડિયાર માતાના મંદિરે દર્શન-પૂજન

ડો. નીમા આચાર્યએ ભાવનગરના જાણીતા રાજપરાના ખોડિયાર મંદિરે માતાજી શ્રધ્ધાપૂર્વક દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી હતી.

New Update

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમા આચાર્યએ ભાવનગરના જાણીતા રાજપરાના ખોડિયાર મંદિરે માતાજી શ્રધ્ધાપૂર્વક દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી હતી. ભાવનગર જિલ્લાના એક દિવસીય પ્રવાસે પધારેલાં વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમા આચાર્યએ રાજપરા મંદિરે દર્શન કર્યા બાદ મહુવા ખાતે જવા રવાના થયા હતા. જ્યાં તેઓ મોરારી બાપુ સાથે સત્સંગ કરી આશિર્વાદ પણ લેવા પહોચ્યા હતા. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, શિહોર તાલુકા પ્રમુખ ગેમા ડાંગર, ભા.જ.પ. પ્રમુખ મુકેશ લંગાળિયા, શિહોર મામલતદાર તથા જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.