Connect Gujarat
ગુજરાત

ભાવનગર: પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી બે કંપની પર તંત્રની તવાઈ,જુઓ શું કરવામાં આવી કાર્યવાહી

મહાનગર પાલિકા કમિશનરની સૂચનાથી સોલીડવેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક નહી વાપરવા માટે વારંવાર સુચના આપવામાં આવે છે

X

ભાવનગર જુના બંદર રોડ પર મનોઆ સોલીડવેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન કરતી ક્રિષ્ના પોલીમરના માલિક પાસેથી રૂ. પ હજારનો દંડ વસુલાયો જ્યારે જય પ્લાસ્ટીક નામની ફેકટરીને સીલ કરવામાં આવી છે.

ભાવનગર મહાનગર પાલિકા કમિશનરની સૂચનાથી સોલીડવેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક નહી વાપરવા માટે વારંવાર સુચના આપવામાં આવે છે અને દંડ પણ કરવામાં આવે છે છતા કેટલાક વેપારીઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે શહેરના જુના બંદર રોડ પર આવેલ ક્રિષ્ના પોલીમર અને જય પ્લાસ્ટીક નામની ફેકટરીમાં તપાસ હાથ ધરી હતી. આ બંને ફેકટરીમાં પ્લાસ્ટીકનુ મેન્યુફેકચરીંગ કરવામાં આવે છે. તપાસ દરમિયાન બંને ફેકટરીમાંથી પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ૩,૩૬૦ કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જેમાં ક્રિષ્ના પોલીમર નામની ફેકટરી ઘનશ્યામભાઈ મુલાણી છે અને તેની ફેકટરીમાંથી ૩૬૦ કિલોગ્રામ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો મળી આવ્યો હતો તેથી મનપાની ટીમે રૂ. પ હજારનો દંડ વસુલ્યો હતો. જ્યારે જય પ્લાસ્ટીક ફેકટરીમાંથી ૩,૦૦૦ કિલોગ્રામ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો મળી આવ્યો હતો તેથી મનપાએ આ ફેકટરીને સીલ કરી દીધી હતી.

Next Story