કચ્છ : આંતરિક હુસાતુંસી અને કાર્યદક્ષતાના અભાવે ભુજમાં સીટી બસ સેવા બંધ, શહેરીજનો હાલાકી

કચ્છ જિલ્લાના ભુજમાં વર્ષોથી સીટી બસ સેવા બંધ પડી છે. જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. આંતરિક હુસાતુંસી અને કાર્યદક્ષતાના અભાવે શહેરીજનો સીટી બસથી વંચિત થઈ ગયા છે.
ભુજ શહેરમાં નગરપાલિકા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સેવાનું સંચાલન કરી શકવા પણ સક્ષમ નથી કોન્ટ્રાક્ટરે ઠેકો મૂકી દેતા છેલ્લા લાંબા સમયથી સીટી બસ સેવા ભુજમાં બંધ છે. જેને લઈને વડીલો, સ્કૂલના છાત્રોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. અગાઉ નવદુર્ગા પરિવહન સાથે કોન્ટ્રાકટ પૂરો થયા બાદ નવા મિતરાજ લોજીસ્ટિકને સંચાલન અપાયું હતું. જોકે, ખોટ જતા તેઓએ પણ સેવા મૂકી દીધી હતી.
ભુજમાં રિલોકેશન સાઇટ, સેવન સ્કાય, માધાપર અને પ્રમુખ સ્વામી સુધી મોટાભાગના વિસ્તારોમાં સીટી બસ સેવા કાર્યરત હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભુજ શહેરમાં સીટી બસ સેવા બંધ જોવા મળે છે. ત્યારે આગામી દીવસોમાં નગરપાલિકા દ્વારા યોગ્ય નિર્ણય લઈને ફરી ભુજ શહેરમાં સીટી બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવશે તેવું નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું. જોકે, નગરપાલિકા દ્વારા ફરી એકવાર ભુજની જનતાને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, દીવાળી આજુબાજુ ભુજ શહેરમાં સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે, પણ હવે વચન પૂર્તિ થાય છે કે, નહીં તે જોવાનું રહેશે.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી...
12 Aug 2022 4:45 PM GMTભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની...
12 Aug 2022 3:20 PM GMTઅંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ...
12 Aug 2022 3:02 PM GMTઅંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ...
12 Aug 2022 1:24 PM GMT