Connect Gujarat
ગુજરાત

રાજ્યના NFSA કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત, વાંચો CM ભુપેન્દ્ર પટેલે શું કર્યું એલાન

રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અરવલ્લીના મોડાસા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવી ને સલામી આપી હતી.

રાજ્યના NFSA કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત, વાંચો CM ભુપેન્દ્ર પટેલે શું કર્યું એલાન
X

રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અરવલ્લીના મોડાસા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવી ને સલામી આપી હતી. આ પ્રસંગે તે સંબોધન દરમિયાન ગુજરાતમાં એક મહત્વની જાહેરાત કરી હતી.સ્વતંત્રતા પર્વ નિમિત્તે મુખ્યમંત્રી NFSA યોજના કાર્ડ ધારકોને દર મહિને એક કિલો ચણા આપવાની જાહેરાત કરી હતી મુખ્યમંત્રીએ મોડાસાથી જાહેરાત કરતા જણાવ્યું કે અત્યાર સુધી 50 તાલુકાના લાભ મળતો હતો પરંતુ હવે તમામ તાલુકાઓને લાભ મળશે.


તેમજ NFSA કાર્ડ આવક મર્યાદા 10 હજારથી વધારીને 15 હજાર કરવામાં આવી છે. આવક મર્યાદા વધતા વધુ લોકોને મળશે NFSAનો લાભ મળી શકશે. રાજ્ય સરકારની આ જાહેરાત તમામ 250 તાલુકાના 71 લાખ NFSA કાર્ડ ધારકો ને લાભ થશે. રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ ૧ કિલો ચણા આપવામાં આવશે તો સાથે રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે. રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂ.367 કરોડના ખર્ચે નવી 1200 BS6 બસ સેવામાં મુકવામાં આવશે. રાજ્યના 50 બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મુકવામાં આવશે

Next Story
Share it