Connect Gujarat
ગુજરાત

રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે

ગુજરાતભરમાં વીજળીની સમસ્યાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. જેથી ઠેર ઠેર ખેડૂતો આંદોલીત જોવા મળી રહ્યા છે.

રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે
X

ગુજરાતભરમાં વીજળીની સમસ્યાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. જેથી ઠેર ઠેર ખેડૂતો આંદોલીત જોવા મળી રહ્યા છે. સમયસર પાણી અને વીજળી ન મળી રહેતા ખેતીમાં નુકશાન વેઠવાનો વારો આવી રહ્યાની ફરિયાદ સાથે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ખેડૂતોએ પ્રદર્શન કર્યુ હતુ. ત્યારે ખેડૂતોને મળતી વીજળીને લઈને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મળતી વીજળીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે. ગુજરભરમાં વીજળીની સમસ્યાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. જેને લઈને મહેસાણા, નવસારી, સાબરકાંઠા, સાણંદ સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ સરકાર સામે રોષ પ્રગટ કરી, પુરતી વીજળીની માગ કરી રહ્યા હતાં.

તો આ સાથે વિધાનસભા ગૃહમાં પણ કોંગ્રેસે ખેડૂતોની સમસ્યા મુદ્દે હંગામો મચાવ્યો હતો. ખેડૂતોના મુદ્દે સરકાર વિધાનસભામાં ખોટા આંકડા રજૂ કરી રહી હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું ખેડૂતોને મળતી વીજળીને લઈને પટેલે મહત્વનું નિવેદન કર્યું છે.જેમાં તેઓએ જણાવ્યું છે કે, સરકાર દ્વારા ખેડૂતોને મળતી વીજળીને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે. આજે ઉર્જા મંત્રી સાથે મીટીંગ હતી જેમાં આ અંગેનો નિર્ણય લેવાયો છે.

અને આજથી જ આ બાબતે અમલીકરણ કરવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોને નર્મદા ના પાણીનો વધારે લાભ મળશે. આ સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલે વધુ એક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં નર્મદા કેનાલ માંથી સિંચાઈ માટે 31 માર્ચ સુધી પાણી મળશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્ય સરકારે 15 માર્ચ સુધી પાણી આપવાની જાહેરાત કરી હતી.

Next Story