Connect Gujarat
ગુજરાત

LRD ભરતીને લઈને મોટા સમાચાર,કોલ લેટરની તારીખ બદલાઈ

લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ યોજાનાર છે. જે માટેના કોલ લેટર 1લી એપ્રિલે બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી હતી.

LRD ભરતીને લઈને મોટા સમાચાર,કોલ લેટરની તારીખ બદલાઈ
X

લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ યોજાનાર છે. જે માટેના કોલ લેટર 1લી એપ્રિલે બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે કોલ લેટર જાહેર કરવાની તારીખ 1લી એપ્રિલ ને બદલે 3 એપ્રિલ કરવામાં આવી છે. IPS હસમુખ પટેલે ટ્વિટ કરી જણાવ્યું છે કે વનરક્ષકની પરીક્ષા માં ઉનાવા અને ભાવનગરમાં થયેલી ગેરરીતિની ધ્યાને લેતા લોક રક્ષક દળની ભરતી પરીક્ષા માટે કોલ લેટર 1લી એપ્રિલને બદલે 3જી એપ્રિલ બહાર પાડવામાં આવશે.


મહત્વનું છે કે LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જેમાં 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. LRDની શારીરિક કસોટી પૂર્ણ થઇ ચૂકી છે . જ્યારે લેખિત પરીક્ષા આગામી 10 એપ્રિલ યોજાશે તેમ LRD ભરતી બોર્ડ હસમુખ પટેલ દ્વારા આ પરીક્ષાનું એલાન કરવામાં આવ્યું હતું. શારીરીક કસોટીમાં 6.56 લાખ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી.જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવાર પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ 10 મી એપ્રિલના રોજ યોજાશે.

તમને જણાવી દઈએ ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવી શારીરિક દોડ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં બિન-હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 તેમજ હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.લોકરક્ષક ભરતીમાં જગ્યાના આઠ ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા લેવાના જુના નિયમ મુજબ 85000 ઉમેદવારોની પરીક્ષા લેવાની થાત. નવા નિયમ મુજબ લગભગ 3 લાખ સુધી ઉમેદવારો પરીક્ષા આપશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે સેટિંગ માટે પૈસા આપી બેઠા હો તો ભ્રમમાં રહેતા નહીં, કોઈ તમને પાસ કરાવી નહીં શકે. તમે પાસ થશો તો પણ તમારી તાકાતથી અને મફતમાં કોઈ પૈસા લઈ જશે. માટે આગળ આવો અને ફરિયાદ કરો.

Next Story