Connect Gujarat
ગુજરાત

બોટાદ : શિવભક્તિના રંગે રંગાયું સાળંગપુર-કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, જુઓ અનોખો શણગાર.

બોટાદ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આજે મહાશિવરાત્રિના પવન પર્વે શિવભક્તિના રંગે રંગાયુ છે.

X

બોટાદ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આજે મહાશિવરાત્રિના પવન પર્વે શિવભક્તિના રંગે રંગાયુ છે. મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી નિમિત્તે હનુમાનજી અને મંદિર પરિસરને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. કોઠારી સ્વામી વિવેકસાગર દાસજી મહારાજ તેમજ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શિવભક્તિની થીમ આધારિત ભવ્યાતિભવ્ય શણગાર અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તેમજ સમગ્ર મંદિરને અનોખી રીતે શણગારવામાં આવ્યું છે. હનુમાનજી મહારાજની પ્રતિમાને ભગવાન શંકર જેવા આબેહૂબ શણગારથી સજાવવામાં આવી છે. આ પ્રસંગે સંતો-મહંતોએ કષ્ટભંજન દેવની વિશેષ આરતી અને પૂજન-અર્ચન કર્યું હતું, ત્યારે રુદ્રાક્ષના અદભુત શણગારનો પ્રત્યક્ષ અને ઓનલાઈન દર્શનનો લાભ લઈ હજારો ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી છે.

Next Story