Connect Gujarat
ગુજરાત

દુશ્મન દેશના 'નાપાક' ઇરાદાનો BSFએ કર્યો પર્દાફાશ, કચ્છના હરામીનાળામાંથી વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપાય…

કચ્છ જિલ્લાની સરહદે ફરીએક વાર પાકિસ્તાનની નાપાક સાઝીશનો પર્દાફાશ થતો હોય તેમ BSFએ વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપી લીધી છે.

દુશ્મન દેશના નાપાક ઇરાદાનો BSFએ કર્યો પર્દાફાશ, કચ્છના હરામીનાળામાંથી વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપાય…
X

કચ્છ જિલ્લાની સરહદે ફરીએક વાર પાકિસ્તાનની નાપાક સાઝીશનો પર્દાફાશ થતો હોય તેમ BSFએ વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપી લીધી છે. જોકે, પાકિસ્તાન બોર્ડર નજીકથી વધુ બોટ ઝડપાતા ચકચાર મચી છે.

કચ્છની સરહદ પર બીએસએફ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો બીએસએફના જવાનોને મોટી સફળતા મળી છે. આ ઓપરેશનમાં પાકિસ્તાની બોટો બીએસફ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. કચ્છના હરામીનાળા નજીકથી છેલ્લા એક માસમાં 20થી વધુ પાકિસ્તાની બોટ ઝડપાતા ખળભળાટ મચ્યો છે. પાકિસ્તાનની નાપાક સાઝીશનો પર્દાફાશ થતો હોય તેમ BSFએ વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં જ અંદાજે 11 જેટલી પાકિસ્તાની બોટ ઝડપાય હતી, જેના પરિણામે BSF ગુજરાત ફ્રન્ટીયરના આઈજી જી.એસ.મલિક તાત્કાલિક કચ્છ રવાના થયા હતા. BSFએ પણ કચ્છના હરામીનાળા નજીક 'ગશ્ત' વધારી દીધી હોવાના પરિણામે વધુ 7 જેટલી પાકિસ્તાની બોટ ઝડપાય છે.

Next Story