Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં મૂડી રોકાણ વધારવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરશે નવી IT પોલિસીની જાહેરાત…

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજ્યના મ ડીરોકાણમાં વધારો કરવા અંગે મોટી જાહેરાત કરી શકે તેમ છે

ગુજરાતમાં મૂડી રોકાણ વધારવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરશે નવી IT પોલિસીની જાહેરાત…
X

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજ્યના મ ડીરોકાણમાં વધારો કરવા અંગે મોટી જાહેરાત કરી શકે તેમ છે, ત્યારે આ યોજનાનો લાભ આગામી વર્ષ 2027 સુધી ઉદ્યોગજૂથોને મળી રહે તેવું આયોજન ઘડવામાં આવે તેવી શક્યતા સેવાય રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નવી IT પોલીસીની જાહેરાત કરવામાં આવશે. જેમાં ઉદ્યોગજૂથોને ઘણો ફાયદો થશે. નવી પોલિસી ખાસ કરીને ઉદ્યોગજૂથોને વધુમાં વધુ ફાયદો થાય તેને અનુલક્ષીને બનાવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા મૂડી રોકાણ વધારવા માટે બને તેટલા અને સતત પ્રયાસો કરવામાં આવતા હોય છે, ત્યારે રાજ્યમાં મૂડી રોકાણ વધારવા અંગે સરકાર દ્વારા આજે ગુજરાતની નવી IT પોલીસી જાહેર કરવામાં આવશે. સાથે જ સરકાર દ્વારા જે આઈટી પોલીસી જાહેર કરવામાં આવશે, તે પોલિસીનો લાભ હવે આગામી વર્ષ 2027 સુધી ઉદ્યોગજૂથોને મળી રહેશે. ખાસ કરીને IT રિલેટેડ ઉદ્યોગજૂથોને પણ અગાઉની જોગવાઈઓ કરતા વધારે લાભ થાય તે રીતે આ પોલિસી સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે.

Next Story