Connect Gujarat
ગુજરાત

CM ભુપેન્દ્ર પટેલની જાહેરાત: ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરાશે

CM ભુપેન્દ્ર પટેલની જાહેરાત: ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરાશે
X

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે યુવા અને રમતગમતને લઈને એક મોટી જાહેરાત કરવાનાં છે. આ માહિતી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર ટ્વીટ કરીને આપી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે,ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બન્યું છે અને રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



આ આયોજનમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં.મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું. થોડા દિવસો અગાઉ વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના સામુહિક ચિંતન મંથન માટે દેશની સૌ પ્રથમ એવી રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની દ્વિ-દિવસીય પરિષદ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ટેન્ટસીટી ખાતે યોજાઇ હતી. આ પરીષદના સમાપન અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યુવાઓને ખેલકુદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરવા સરકાર કટિબદ્ધ છે.

Next Story