Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં કમોસમી વરસાદે વધારી ચિંતા,શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ

ગઈકાલે સાંજના રાજ્યમાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.

રાજ્યમાં કમોસમી વરસાદે વધારી ચિંતા,શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ
X

ગઈકાલે સાંજના રાજ્યમાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.રાજ્યમાં હવામાન વિભાગે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી હતી એવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટોછવાયો હળવો વરસાદ આવવાની સંભાવનાઓ પણ સેવવામાં આવી રહી હતી ત્યારે ગઈ કાલે અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો જેમાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો. ગુરુવારે રાત સુધીમાં 106 તાલુકામાં 1 એમએમથી લઇને 3 ઇંચ સુધીનો કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે.કમોસમી માવઠા અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે, હાલ રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે.મોસમી ઠંડા પવનોને કારણએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ફુલ ગુલાવી ઠંડીની અસર વર્તાઈ રહી છે. તેવામાં માવઠાના લીધે ઠંડીમાં વધારો થયો છે. વરસાદ સાથે ઠંડો પવન ફુકાંતા રાજ્યમાં અનેક શહેરોમાં તાપમાનનો પારો નીચો જોવા મળી રહ્યો છે. માવઠાને લીધે રાજ્યના 20 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.કમોસમી માવઠાને કારણે ખેતરમાં ઉભા પાક કપાસ અને જીરૂને નુકસાન થયું છે. લણણી માટે તૈયાર મગફળી, ડાંગર, સોયાબીન સહિતના કઠોળ પાકોને નુકસાન થયું છે. એપીએમસી માર્કેટમાં વેચાણ માટે આવેલો માલ પલળી જવાના બનાવ બન્યા છે. સાતથી આઠ એપીએમસીમાં વરસાદને કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવી પડી હતી. જો કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને આગાહી કરવામાં આવી રહી છે, હવામાન વિભાગ દ્વારા કહેવાયું છે કે રાજ્યમાં પૂર્વી મધ્ય અસબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટોછવાયો હળવો વરસાદ આવવાની સંભાવના સેવાઈ રહી છે

Next Story