Connect Gujarat
ગુજરાત

હાર્દિક સામેનો કેસ પરત ખેંચવાની અરજી કોર્ટે ફગાવી,જાણો સમગ્ર મામલો..?

પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી.

હાર્દિક સામેનો કેસ પરત ખેંચવાની અરજી કોર્ટે ફગાવી,જાણો સમગ્ર મામલો..?
X

હાર્દિકના પટેલ સામે રામોલમાં નોંધાયેલી ફરિયાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. જેમાં હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની અરજી અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ફગાવી દીધી છે. 2 મેના રોજ આ કેસમાં તહોમતનામું સાંભળવાનું હોવાથી તમામ આરોપીઓને હાજર રહેવા પણ કોર્ટે તાકીદ કરી છે.

20 માર્ચ 2017 ના રોજ કોર્પોરેટર પરેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો હતો. વસ્ત્રાલના તત્કાલીન સમયના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આસ્થા બંગલોઝમાં ટોળા દ્વારા હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ બાબતે કેસ પરત ખેંચવા સરકાર અરજી આપી હતી. અનામત આંદોલન વખતે નોંધાયેલા 900 કેસમાંથી હજુ 187 કેસ પડતર છે.નોંધનીય છે કે, મહિના પહેલા જ પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસો ને લઈ રાજ્ય સરકારે વધુ 10 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ હાર્દિક પટેલ સામેનો કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી હતી. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ હતી. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટ માંથી 7 કેસ, જ્યારે મેટ્રોપોલિટન કોર્ટ માંથી 3 કેસ પરત ખેંચાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1, જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે, જે પરત ખેંચવામાં આવ્યા છે.

Next Story