Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 111 નવા પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં નવેમ્બરથી કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. 7 મહિના બાદ રાજ્યમાં આજે 100થી વધારે કેસ નોંધાયા છે

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 111 નવા પોઝિટિવ કેસ નોંધાયા
X

રાજ્યમાં નવેમ્બરથી કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. 7 મહિના બાદ રાજ્યમાં આજે 100થી વધારે કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 78 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 43 નવા કેસ નોંધાયા છે. 3 શહેર અને 23 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે આણંદ અને જામનગર શહેરમાં કોરોનાથી 1-1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.70 ટકા થયો છે. બીજી તરફ આજે રાજ્યમાં ઓમિક્રોનના 7 નવા કેસ વડોદરા શહેરમાં નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 30 કેસ નોંધાયા છે જેમાથી હાલમાં 25 લોકો સારવાર હેઠળ છે જ્યારે 5ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Next Story
Share it