Connect Gujarat
ગુજરાત

Covid-19 : ગુજરાતમાં આજે 14,781 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 20,829 દર્દીઓ થયાં સાજા

ગુજરાતમાં આજે કોરોનાના 14,781 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે નવા કેસની સામે 20,829 દર્દીઓ સાજા થયાં

Covid-19 : ગુજરાતમાં આજે 14,781 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 20,829 દર્દીઓ થયાં સાજા
X

ગુજરાતમાં આજે કોરોનાના 14,781 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે નવા કેસની સામે 20,829 દર્દીઓ સાજા થયાં,અને આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં કુલ 21 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 9,સુરતમાં 5,વડોદરામાં 2,જામનગરમાં 2,વલસાડમાં 2,અને રાજકોટમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 5,325,વડોદરામાં 3,016,સુરતમાં 1,228,રાજકોટમાં 944,ગાંધીનગરમાં 746,મહેસાણામાં 403,કચ્છમાં 312,રાજકોટ ગ્રામ્યમાં 291,ભાવનગરમાં 259,આણંદમાં 245,જામનગરમાં 245,પાટણમાં 230,ખેડામાં 200,ભરૂચમાં 158,સાબરકાંઠામાં 142,બનાસકાંઠામાં 136,નવસારીમાં 132,મોરબીમાં 125,વલસાડમાં 117,અમરેલીમાં 95,જૂનાગઢમાં 80,સુરેન્દ્રનગરમાં 64,પંચમહાલમાં 63,પોરબંદરમાં 42,દાહોદમાં 39,દેવભૂમિ દ્વારકામાં 35,તાપીમાં 33,ગીર-સોમનાથમાં 28,ડાંગમાં 17,છોટા ઉદેપુરમાં 9,નર્મદામાં 8,અરવલ્લીમાં 7,મહીસાગરમાં 4, અને બોટાદમાં 3 કેસ નોંધાયા છે.

અત્યારે કુલ 1,28,192 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 309 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 1,27,883 દર્દીઓ સ્ટેબલ છે.

Next Story