New Update
ગુજરાતમાં આજે કોરોનાના 17 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે રાજ્યમાં 17 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં હાલ 159 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,108 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. અને 10080 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત 4, વડોદરા કોર્પોરેશનમાં 2, દાહોદમાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક અને કચ્છમાં એક કેસ નોંધાયા હતા.
રાજયમાં આજે 3,46,880 લોકોને દિવસમાં ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 4,39,78,413 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.