Covid-19 :ગુજરાતમાં આજે 62 નવા પોઝિટિવ કેસ નોધાયા, 194 લોકોએ કોરોનાને આપી મ્હાત
ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
BY Connect Gujarat5 July 2021 5:16 PM GMT

X
Connect Gujarat5 July 2021 5:16 PM GMT
ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62 કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 194 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2333 છે. જે પૈકી 9 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 194 દર્દીઓ સ્વસ્થ થયા હતા.
રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,11,491 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.49 ટકા છે. અત્યાર સુધીમાં 2,71,07,405 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. આજે કુલ 2,99,680 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
Next Story