Connect Gujarat
ગુજરાત

ડાંગ : સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 4 માર્ગીય માર્ગનું નિર્માણ કરાશે : યાત્રાધામ વિકાસ મંત્રી

ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારના શ્રીરામ ભક્ત શ્રદ્ધાળુઓને, અયોધ્યા સ્થિત પ્રભુ શ્રી રામના દર્શનાર્થ માટે ગુજરાત સરકારનું પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ રૂ. ૫/- હજારની આર્થિક સહાય કરી રહી છે

ડાંગ : સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 4 માર્ગીય માર્ગનું નિર્માણ કરાશે : યાત્રાધામ વિકાસ મંત્રી
X

ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારના શ્રીરામ ભક્ત શ્રદ્ધાળુઓને, અયોધ્યા સ્થિત પ્રભુ શ્રી રામના દર્શનાર્થ માટે ગુજરાત સરકારનું પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ રૂ. ૫/- હજારની આર્થિક સહાય કરી રહી છે, તેમ યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ ડાંગના આંગણેથી ફરી એકવાર જણાવ્યુ હતું.

ડાંગ જિલ્લામાં રૂ. ૫૪૮.૮૮ લાખના માર્ગ અને મકાન વિભાગના 2 પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે પધારેલા મંત્રીએ માછળી અને ધવલીદોડ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રવાસન અને યાત્રાધામ વિકાસના માધ્યમથી સ્થાનિક રોજગારીનું વિપુલ પ્રમાણમા નિર્માણ થઈ રહ્યુ છે. ગિરિમથક સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના નવા ચાર માર્ગિય રાજ્ય ધોરીમાર્ગની જાહેરાત કરતા, આ ફોરલેન રોડ સાપુતારાથી ગલકુંડ, આહવા, સુબિર, સોનગઢ, ઉકાઈ થઈ કેવડીયા સુધી વિસ્તારાશે, જેના માર્ગમાં આવતા વિસ્તારોમાં મોટે પાયે સ્થાનિક રોજગારીનું સર્જન શક્ય બનશે તેમ કહ્યું હતું. આ ઉપરાંત નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલા ચિખલીથી ગિરિમથક સાપુતારા સુધીના માર્ગને ફોરલેન બનાવવાનુ બાકી કામ પૂર ઝડપે પૂર્ણ થાય તે દિશામા પણ રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે, તેમ જણાવતા પૂર્ણેશ મોદીએ, વઘઇથી સાપુતારા સુધીના ૫૦ કિલોમીટરના ઘાટ માર્ગ ઉપર અકસ્માતમા જાનહાનિને અટકાવી શકાય તે માટે અહી રૂ. ૧૦ કરોડના ખર્ચે અધતન ટેકનૉલોજિ ધરાવતા રોલર બેરિંગ પ્રોટેકશન વોલનું નિર્માણ કરાશે તેમ પણ વધુમાં જણાવ્યુ હતું.

Next Story