Connect Gujarat
ગુજરાત

ડાંગ : આહવા ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાય...

ડાંગ જિલ્લાની જુદી જુદી સરકારી કચેરીઓના બાકી સરકારી લેણાંની વસુલાત માટે હકારાત્મક પ્રયાસોની કરતા,

ડાંગ : આહવા ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાય...
X

ડાંગ જિલ્લાની જુદી જુદી સરકારી કચેરીઓના બાકી સરકારી લેણાંની વસુલાત માટે હકારાત્મક પ્રયાસોની કરતા, ડાંગ કલેકટર ભાવિન પંડયાએ, નાગરિક અધિકાર પત્ર અને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મળતી અરજીઓનો, સમય મર્યાદામા નિકાલ કરવાની સૂચના આપી હતી.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અમલીકરણ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપતા કલેકટરએ, સરકારી મિલકતોની વિગતો સત્વરે નિયત પત્રકોમા પુરી પાડવાની પણ અપીલ કરી હતી. સુજલામ સુફલામ જળસંચય અભિયાન સહિત અમૃત સરોવરની ચાલી રહેલી કામગીરીની પૃચ્છા કરી કલેકટરએ, વન અધિકારી અધિનિયમ હેઠળની જમીન માંગણીની અરજીઓ, જુદા જુદા સરકારી વિભાગો વચ્ચે સંકલનના અભાવે ઉદભવતા પ્રશ્નો જેવા મુદ્દે પણ જરૂરી પરામર્શ કરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વિપીન ગર્ગ એ ભારત સરકારની અમલી જુદી જુદી મહત્વાકાંક્ષી યોજનાઓની લક્ષપૂર્તિ સાથે, આગામી દિવસોમા આ સંદર્ભે યોજાનાર કાર્યક્રમ સંબંધિત જાણકારી પુરી પાડી હતી. બેઠકનું સંચાલન કરતા નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગાવિતે લોકાર્પણ અને ખાતમુહુર્ત યોગ્ય કામોની અદ્યતન વિગતો તાત્કાલિક રજુ કરવા સાથે, બેઠકના નિયમિત મુદ્દાઓની છણાવટ કરી હતી.

Next Story
Share it