Connect Gujarat
ગુજરાત

ડાંગ : સાકરપાતળ ગામે આત્મનિર્ભર યાત્રા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી નરેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરતી ગુજરાત સરકારની ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ વિકાસના કામોની લ્હાણી સાથે,

ડાંગ : સાકરપાતળ ગામે આત્મનિર્ભર યાત્રા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી નરેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરતી ગુજરાત સરકારની 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા' વિકાસના કામોની લ્હાણી સાથે, ગામેગામ ફરીને પ્રજાજનોને સ્વાવલંબી બનવાના સંદેશ ઉપરાંત વિકાસ કામોનો ધોધ વહાવી રહી છે તેમ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલે સાકરપાતળ ગામેથી જણાવ્યુ હતું.

વિશ્વ આખુ જ્યારે કોરોના સામે ઝઝૂમી રહ્યુ હતુ, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રઢ ઈચ્છાશક્તિ દર્શાવીને ભારત સહિત વિશ્વના પ્રજાજનોના ચરણોમા કોરોના સામે રક્ષણ આપતી સ્વદેશી રસી મૂકીને, 'આત્મનિર્ભર ભારત'નો પરચમ લહેરાવ્યો છે તેમ જણાવતા રાજ્યના આદિજાતિ, અન્ન અને નાગરિક પુરવઠો, તથા ગ્રાહકોની બાબતોના મંત્રી નરેશ પટેલે ભારત સરકારે દેશવાસીઓને કોરોના કાળમાં વિનામુલ્યે અનાજ આપીને બહુ મોટી સેવા કરી છે, તેમ જણાવ્યુ હતું.

સાકરપાતળના ગ્રામજનોને દેવ દિવાળીની શુભકામના પાઠવતા પ્રભારી મંત્રીએ 'આઝાદી ના અમૃત મહોત્સવ'ની ઉજવણીના ભાગરૂપે દેશ આખામા શ્રેણીબદ્ધ કાર્યક્રમો આયોજિત કરીને દેશવાસીઓમા અનોખી લોક ચેતના જગાવવામાં આવી રહી છે, તેમ જણાવ્યુ હતું. પ્રત્યેક ગ્રામજનોને રોજગારી સાથે સ્વરોજગારી તથા વિશેષ હુન્નર હસ્તગત કરીને આત્મનિર્ભર બનવાની હિમાયત કરતા મંત્રીએ નવી પેઢીના બાળકોને ફરજિયાત શિક્ષણ આપવાની પણ અપીલ કરી હતી. અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મંત્રીએ 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા'નો મહત્તમ લાભ લેવાની અનુરોધ કર્યો હતો.

Next Story