Connect Gujarat
ગુજરાત

ડાંગ : ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને અનઅધિકૃત સભા સહિત સરઘસ ઉપર પ્રતિબંધ..

આગામી તા. ૧૯મી ડિસેમ્બરે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે

ડાંગ : ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને અનઅધિકૃત સભા સહિત સરઘસ ઉપર પ્રતિબંધ..
X

આગામી તા. ૧૯મી ડિસેમ્બરે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે સંદર્ભે અમલી આદર્શ આચારસંહિતા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે જિલ્લામા અનધિકૃત સભા સહિત સરઘસ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. ડાંગના જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવિન પંડ્યા દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર આ ચૂંટણી દરમ્યાન ઉમેદવારો કે, તેમના સમર્થકો, રાજકીય પક્ષો વિગેરે દ્વારા યોજાતી સભા સને સરઘસો માટે નિયમોનુસાર જરૂરી પરવાનગી મેળવવી આવશ્યક છે. અનધિકૃત રીતે સભા/સરઘસ ઉપર પ્રતિબંધ હોય, કોઈપણ વ્યક્તિએ સક્ષમ અધિકારીની પરવાનગી વિના કોઈપણ સભા કે, સરઘસ નહીં કાઢવાનું જાહેરનામું બહાર પડાયું છે.

આ સાથે જ ઉમેદવારી પત્રો ભરવા કે, ઉમેદવારી પત્રોની ચકાસણીમાં કે ચૂંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચૂંટણી અધિકારીની કચેરીમા જાય ત્યારે મોટા સરઘસ સ્વરૂપે જવુ નહીં, જ્યા કોઈ એક ઉમેદવાર કે, પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઈ જવું નહી, કે ખલેલ પહોંચાડવું નહીં. ચૂંટણીની સભા, સરઘસ અને રેલીમાં સ્થાનિક કાયદા અને અમલમાં હોય તેવા પ્રતિબંધાત્મક હુકમને આધીન ધ્વજ, બેનર્સ અને કટઆઉટ રાખી શકાશે. ઉમેદવારે કે, પક્ષે પૂરા પાડેલ ટોપી, માસ્ક, સ્કાર્ફ, વિગેરે આચારસંહિતા દરમ્યાન પહેરી શકાશે. પરંતુ પક્ષે પૂરા પાડેલ સાડી, શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરી શકાશે નહીં. આ હુકમ, લગ્નના વરઘોડા, સિનેમા/ટાઉન હૉલ, સ્મશાન યાત્રા, એસ.ટી.બસ કે રેલ્વે, મંદિર/મસ્જિદ કે, દેવળમાં પ્રાર્થના વિગેરે જેવા શુદ્ધ હેતુ માટે જતી વ્યક્તિઓ તથા સક્ષમ અધિકારીની સભા/સરઘસ બાબતની પરવાનગીથી યોજાતી સભા/સરઘસમા જતી વ્યક્તિઓને પણ લાગુ પડશે નહીં.

Next Story