Connect Gujarat
ગુજરાત

ડાંગ : રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત યોજાશે "પોષણ માસ", અધિકારીઓએ કર્યા શપથ ગ્રહણ

ડાંગ : રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત યોજાશે પોષણ માસ, અધિકારીઓએ કર્યા શપથ ગ્રહણ
X

સમાજમાંથી કુપોષણને દેશવટો આપવા માટે સતત ચિંતિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન અનુસાર, ડાંગ જિલ્લામાં પણ રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસની ઉજવણી હાથ ધરવામા આવી છે, તેમ જણાવતા ડાંગ જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગએ ડાંગ જિલ્લાના સંબંધિત વિભાગોના પરસ્પર સહયોગથી આ કાર્યક્રમનો ઉદ્દેશ બાર લાવવાની હાંકલ કરી છે.

ડાંગ જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલી એક બેઠક દરમિયાન માર્ગદર્શન આપતા ડો. વિપિન ગર્ગએ જિલ્લાની ૪૪૧ આંગણવાડીઓ ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરતા જિલ્લાના અધિકારીઓને એક એક આંગણવાડી દત્તક આપવાની પણ સુચના આપી છે. આંગણવાડીના પરિસરમા ન્યુટ્રી ગાર્ડન તૈયાર કરવા સાથે જે આંગણવાડી કેન્દ્રો ખાતે કમ્પાઉંડ વોલની સુવિધા નથી, ત્યા તાત્કાલિક આ સુવિધા વિકસાવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવાની પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સુચના આપી હતી. ડો. વિપિન ગર્ગ દ્વારા પોષણ માસ ઉજવણી અંતર્ગત અતિ કુપોષિત બાળકોને વેળાસર ઓળખી તેમને વિશેસ ખોરાક આપવાની કામગીરી હાથ ધરવા પણ જણાવાયુ હતું.

આંગણવાડી કેન્દ્રો ખાતે નોંધાયેલા બાળકો, માતાઓના આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, અને લગ્ન પ્રમાણપત્ર તૈયાર કરવાની કામગીરી બાબતે પણ તેમને આ વેળા વિશેષ માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતું. દરમિયાન પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પોષણ માસ દરમિયાન હાથ ધરવાની કામગીરીનો ચિતાર રજુ કર્યો હતો. દરમિયાન બેઠકમા ઉપસ્થિત રહેલા અધિકારીઓએ પોષણ શપથ ગ્રહણ કરી, કુપોષણને દેશવટો આપવાના કાર્યમાં તેમનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો.

Next Story