ડાંગ : 'દંડકારણ્ય'ની પાવન ભૂમિ ઉપર યોજાશે રાજ્ય કક્ષાનો દશેરા મહોત્સવ

“દંડકારણ્ય”ની પાવન ભૂમિ ઉપર યોજાઇ રહેલા રાજ્ય કક્ષાના “દશેરા મહોત્સવ” કાર્યક્રમના આયોજન વ્યવસ્થા

New Update

"દંડકારણ્ય"ની પાવન ભૂમિ ઉપર યોજાઇ રહેલા રાજ્ય કક્ષાના "દશેરા મહોત્સવ" કાર્યક્રમના આયોજન વ્યવસ્થા માટે ડાંગ કલેક્ટર ભાવિન પંડયાએ સંબંધિત તમામ વિભાગો/કચેરીઓની ભૂમિકા સ્પષ્ટ કરી સૂક્ષ્માતિસૂક્ષ્મ વિગતો ચકાસી લેવા અનુરોધ કર્યો હતો.

અમલીકરણ અધિકારીઓને કાર્યક્રમોના સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપતા કલેક્ટરએ મહાનુભાવોના આતિથ્ય સત્કાર સહિત યોગ્ય પોલીસ બંદોબસ્ત, સમગ્ર કાર્યક્રમોનુ મિનિટ ટુ મિનિટ આયોજન, ફાયર ફાઇટર સહિત કર્મચારીઓની ફરજ સોંપણી, માઇક/સ્ટેજ વ્યવસ્થા, સ્વચ્છતા અભિયાન, જરૂરી આરોગ્ય સેવા, સાંસ્કૃતિક કાર્યક્રમો, અને શ્રોતાજનો માટેની વ્યવસ્થા જેવા મુદ્દે વિસ્તૃત છણાવટ કરી ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે આયોજિત "રાવણ દહન" તથા "મહાઆરતી"ના સ્થળની ચકાસણી સહિત પંપા સરોવર ખાતે પણ આનુષાંગિક વ્યવસ્થાઓ ચકાસી લેવાની પણ કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત દશેરા મહોત્સવ કાર્યક્રમ અન્વયે તા.૧૫/૧૦/૨૦૨૧ના રોજ સાંજે ૫ વાગ્યે સ્થાનિક કલાકારો દ્વારા વિવિધ "સાંસ્કૃતિક કાર્યક્રમો"ની રજૂઆત કરાશે. જ્યારે ૭ વાગ્યે "રાવણ દહન" નો કાર્યક્રમ, અને ૭:૧૫ વાગ્યે "મહા આરતી"નો કાર્યક્રમ યોજાનાર છે.