Connect Gujarat
ગુજરાત

ડાંગ : કોરોનાથી મૃત્યુ પામનાર નાગરિકના વારસદારો જોગ, વાંચો વહીવટી તંત્રનું સૂચન...

રાજ્યમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામેલ નાગરિકોના વારસદારોને ભારત સરકાર, તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,

ડાંગ : કોરોનાથી મૃત્યુ પામનાર નાગરિકના વારસદારો જોગ, વાંચો વહીવટી તંત્રનું સૂચન...
X

રાજ્યમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામેલ નાગરિકોના વારસદારોને ભારત સરકાર, તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની માર્ગદર્શિકા અનુસાર રૂ.૫૦,૦૦૦/-ની સહાય (Ex-gratia assistance) આપવાનુ ઠરાવેલ છે. જે અન્વયે કોવિડ-૧૯થી મૃત્યુ પામનારા મૃતકના વારસદારોને ઘરેબેઠા ઝડપી, અને સરળતાથી સહાય મળી રહે તે માટે, મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામા આવેલ છે. જે મુજબ www.iora.gujarat.gov.in પોર્ટલના હોમપેજ ઉપર Covid-19 Ex-gratia payment પર ક્લિક કરવાથી આ લિંક www.iora.gujarat.gov.in/Cov19_login.aspx પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.

આ પોર્ટલ ઉપર મોબાઈલ/કોમ્પ્યુટરથી OTP જનરેટ કરી દર્શાવ્યા મુજબના પૈકી કોઈ પણ એક પુરાવો અપલોડ કરી અરજી કરવાની રહેશે. આ માટે RT-PCR, રેપીડ એન્ટીજન ટેસ્ટ, મોલેક્યુલર ટેસ્ટ, કોવિડ-૧૯ની તબીબી સારવાર/નિદાનના આધારની નકલ, ફોર્મ-૪/ફોર્મ-૪-A સહિત મૃતકના મરણ પ્રમાણપત્રની નકલ, વારસદારોનુ સોગંદનામુ, સહાય મેળવનાર વારસદારની બેંક પાસબુક/ક્રોસ ચેકની નકલ ઓનલાઈન ઉપરાંત સંબંધિત તાલુકા મામલતદાર કચેરી ખાતે રૂબરૂ (ઓફ લાઈન) અરજી પહોંચાડીને પણ અરજી કરી શકાશે. અરજદાર/મૃતકના વારસદારને જો અરજીના નિર્ણય સામે વાંધો કે ફરીયાદ હોય તો નીચે જણાવ્યા મુજબની ફરિયાદ નિવારણ સમિતિ (ગ્રીવન્સ રી-ડ્રેસલ કમિટી)માં ઓનલાઈન www.iora.gujarat.gov.in પોર્ટલ ઉપર અથવા રૂબરૂ સંબંધિત મામલતદાર કચેરીમા અરજી કરવાની રહેશે. આ માટે જિલ્લા કક્ષાની ફરિયાદ નિવારણ સમિતિમા નિવાસી અધિક કલેક્ટર (RAC) અધ્યક્ષ, મુખ્ય જિલ્લા મેડીકલ ઓફીસર (CDMO), મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) (સભ્ય સચિવ), ફિઝીશીયન (જિલ્લા હોસ્પિટલ/મેડીકલ કોલેજ), પ્રોફેસર, કોમ્યુનિટી મેડિસીન (સંલગ્ન). આ સિવાય પોર્ટલ સંબંધિત ઓનલાઈન અરજી કરવા બાબતે જરૂરી માર્ગદર્શન મેળવવા સારૂ હેલ્પલાઈન નં. ૧૦૭૭ અને જિલ્લા કંટ્રોલરૂમ નં. ૦૨૬૩૧-૨૨૦૩૪૭ ઉપર સંપર્ક કરી શકાશે, તેમ કલેક્ટર કચેરી, ડાંગની એક અખબારી યાદીમા જણાવાયુ છે.


Next Story
Share it