Connect Gujarat
ગુજરાત

દિલ્હી : ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની અસર, તાપમાન 5 ડિગ્રીની આસપાસ...

દિલ્હી સહિત ઉત્તર ભારત હાલ કોલ્ડ વેવથી ઝઝૂમી રહ્યું છે. દિલ્હીમાં આજે સોમવારે સવારે તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે

દિલ્હી : ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની અસર, તાપમાન 5 ડિગ્રીની આસપાસ...
X

દિલ્હી સહિત ઉત્તર ભારત હાલ કોલ્ડ વેવથી ઝઝૂમી રહ્યું છે. દિલ્હીમાં આજે સોમવારે સવારે તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. હવામાન મુજબ દિલ્હીમાં મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. આઈએમડીએ દિલ્હીમાં દિવસભર કોલ્ડ વેવ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

દેશના મોટા ભાગના વિસ્તારો હાલના સમયે ઠંડીથી કાપી રહ્યા છે. દિલ્હીની ઠંડી એમ પણ દેશભરમાં પ્રખ્યાત છે. આઈએમડી મુજબ હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના તમામ ભાગો બહું ભીષણ કોલ્ડ વેવની ઝપેટમાં આવી જતાં અહી ડલ ઝીલ જામી ચૂકી છે. યુપી, હરિયાણા અને રાજસ્થાનમાં પારો નીચે આવ્યો છે. આઈએમડીએ મુજબ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ ઓછું અથવા તેને બરબાર અને મહત્તમ તાપમાન સામાન્યથી ઓછાથી ઓછું 4.5 ડિગ્રી સેલ્સિયલ નીચે નોંધાયું છે, તો તેને ઠંડો દિવસ કહેવામાં આવે છે. હવામાન વૈજ્ઞાનિકોએ દિલ્હી, યુપી, મધ્ય પ્રદેશ, જમ્મુ- કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલના અનેક વિસ્તારો કોલ્ડ વેવની ઝપેટમાં હોવાની ખરાઈ કરી છે. પહાડોમાં બરફ વર્ષાની જગ્યાએ મેદાની વિસ્તારમાં ઠંડી વધી ગઈ છે. ગત આઈએમડીએ આવતા 48-72 કલાક સુધી ઠંડીની લહેરમાં રાહત ન મળવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. શુક્રવારે રાજસ્થાનમાં ન્યૂનતમ તાપમાન ચુરુમાં સૌથી ઓછા 2-6 ડિગ્રી નોંધાયો છે. આ દરમિયાન આઈએમડીએ ભવિષ્યવાણી કરી છે. તે નોર્થ-વેસ્ટ ઈન્ડિયામાં આવતા 3 દિવસો સુધી શીત લહેર જારી કરેશે. આ દરમિયાન 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઠંડી હવા વહી શકે છે. એટલે કે, હાલ થોડાક દિવસ લોકોએ બહું સંભાળીને રહેવું પડશે.

Next Story