Connect Gujarat
ગુજરાત

કે રાજેશના લોકરમાંથી મળ્યા દસ્તાવેજ, તમામ માલિકોને હાજર રહેવા સીબીઆઈની નોટિસ

CBIની તપાસ સંદર્ભે કરેલ સર્ચ દરમિયાન તેમના બેંક લોકરમાંથી મળેલા જમીનો-મકાનોના આઠ દસ્તાવેજોની સીબીઆઈ ઝી‌ણવટભરી તપાસ આદરી જેમના નામે આ મિલકત છે

કે રાજેશના લોકરમાંથી મળ્યા દસ્તાવેજ, તમામ માલિકોને હાજર રહેવા સીબીઆઈની નોટિસ
X

રાજ્યના પૂર્વ આઈએએસ અધિકારી કે. રાજેશ ની સામે ચાલી રહેલી સીબીઆઇની તપાસ સંદર્ભે કરેલ સર્ચ દરમિયાન તેમના બેંક લોકરમાંથી મળેલા જમીનો-મકાનોના આઠ દસ્તાવેજોની સીબીઆઈ ઝી‌ણવટભરી તપાસ આદરી જેમના નામે આ મિલકત છે તેમને નોટિસ આપીને તેમના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.સીબીઆઈ એ આ દસ્તાવેજ જેના નામે છે તે તમામ ને હાજર રહેવા જણાવ્યું છે

તો બીજીબાજુ કે. રાજેશે સુરતમાં બે કરોડની કિંમતની બે દુકાનો અંડર વેલ્યુએશન કરીને તેની કિંમત રૂ.48 લાખ બતાવી બંને દુકાન ની ખરીદીમાં કરેલી કથિત ગેરરીતિ મામલે પણ તપાસ જારી છે. કે. રાજેશના બેંક લોકરમાંથી સીબીઆઈને આઠ દસ્તાવેજો મળી આવ્યા છે જે અન્ય લોકોના નામે છે. આ તબક્કે અન્ય લોકોના દસ્તાવેજો તેમના બેંક લોકરમાં શા માટે મુકાયા તે બાબતે શંકા ઉપજે છે, જેના નિરાકરણ માટે સીબીઆઈએ આ મામલે તપાસ હાથ ધરી છે અને જે લોકોના નામે આ જમીન કે મકાનો ખરીદ્યું છે તેમને નોટિસ આપી તેમનાં નિવેદન નોંધવામાં શરૂ કર્યું છે.

સૌથી વધારે સુરેન્દ્રનગર માં આ મામલે તપાસ કરવામાં આવી રહી છે કે રાજેશે સુરત અમદાવાદ, સુરેન્દ્રનગરમાં બેનામી મિલકતો ઊભી કરી હોવાની પણ શંકા છે અને તપાસ દરમિયાન સીબીઆઈની એક ટીમ સુરતમાં કે રાજેશ દ્વારા બે દુકાન ખરીદી હોવાની જાણકારી મળી હતી. આ મામલે પ્રાથમિક તપાસ દરમિયાન સીબીઆઈને ધ્યાને આવ્યું છે કે, આ બે દુકાનોની કિંમત બે કરોડ જેટલી થવા જાય છે, પરંતુ કે. રાજેશે આ દુકાનો અંડર વેલ્યુએશન કરીને તેની કિંમત રૂ. 48 લાખ બતાવી હતી.અને બને દુકાનો પચાવી પાડી છે જમીન મકાન સાથે કે. રાજેશે અત્યાર સુધીમાં તેમના કાર્યકાળમાં જેટલા લોકોને હથિયારના લાયસન્સ પાસ કરીને આપ્યા તેમની પાસેથી સીધી કે આડકતરી રીતે કોઈ લાભ લીધો હતો કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે જેમાં સીબીઆઈ એક એક હથિયાર લાયસન્સ ધારક ને બોલાવી તેમની પાસેથી માહિતી મેળવી રહી હોવાનું જાણવા મળે છે.અને પોતાના કાર્યકાળ દરમ્યાન અનેક હથિયારના લાયસન્સ આપવામાં આવ્યા હોવાની વિગતો પણ સીબીઆઈને મળી છે .

Next Story