Connect Gujarat
ગુજરાત

ભાવનગર એસ.ટી સ્ટેન્ડના પાર્કિંગમાં લૂંટના ઇરાદે વૃદ્ધ પર હુમલો,જાણો શું છે સમગ્ર ઘટના

ભાવનગર શહેરના ટોપ થ્રી પાસે રહેતા એક વૃદ્ધ ઉના જવા માટે ઘરેથી નીકળ્યા હતા અને એસ ટી સ્ટેન્ડના પાર્કિંગમાં ગાડી પાર્ક કરતા હતા.

ભાવનગર એસ.ટી સ્ટેન્ડના પાર્કિંગમાં લૂંટના ઇરાદે વૃદ્ધ પર હુમલો,જાણો શું છે સમગ્ર ઘટના
X

ભાવનગર શહેરના ટોપ થ્રી પાસે રહેતા એક વૃદ્ધ ઉના જવા માટે ઘરેથી નીકળ્યા હતા અને એસ ટી સ્ટેન્ડના પાર્કિંગમાં ગાડી પાર્ક કરતા હતા. એ દરમ્યાન બે અજાણ્યા શખ્સોએ આવીને છરીઓના ઘા માર્યા હતા અને ખિસ્સામાં રહેલા અંદાજે 4 થી 5 હજારની રોકડ રકમની લૂંટ ચલાવીને જતા રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ઇજાગ્રસ્ત રાજુભાઇ નામના વૃદ્ધને સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ ની હાલત થોડી ગંભીર હોવાનું તબીબ નું કહેવું છે. ઘટના ને પગલે પોલીસ દ્વારા ભોગ બનનાર ની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે અવાર તત્વોને કાયદા અને વ્યવસ્થાનો કોઈ ડર નથી. શહેરમાં છાસવારે અનેક ઘણા લોકો પર ચરીઓ વડે હુમલા થાય છે તેમજ છેલ્લા સત દિવસમાં સાત લોકો પર જીવલેણ હુમલા થાવ પામતા લૂખા અને અસામાજિક તત્વો પોલીસ સામે ચેલેન્જ કરતા હોય તેવું જણાય છે તેમજ ગત 29 એપ્રિલ ના રોજ શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશના ડી સ્ટાફ ના પેટ્રોલિંગ દરમિયાન 12 જેટલા ઈસમો તીક્ષણ હથિયાર સાથે ઝડપાયા હતા તો ભાવનગર ના અન્ય ડિવિઝન વિસ્તરમાં આવા અસામાજિક અને મનુષ્ય જીવનને જોખમમાં નાખનાર કેટલા ભાવનગરમાં ખુલ્લેઆમ ફરે છે તે ચર્ચાનો વિષય છે.

Next Story