Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ થવાના એંધાણ, આ દિગ્ગ્જ ધારાસભ્ય જોડાશે ભાજપમાં

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરુ થઇ ગયો છે. તો બીજી તરફ પાર્ટીનો જૂથવાદ પણ સપાટી પર આવી રહ્યો છે.

કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ થવાના એંધાણ, આ દિગ્ગ્જ ધારાસભ્ય જોડાશે ભાજપમાં
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરુ થઇ ગયો છે. તો બીજી તરફ પાર્ટીનો જૂથવાદ પણ સપાટી પર આવી રહ્યો છે. પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોના રિસામણા મનામણા ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ થવાના એંધાણ વર્તાયા છે. કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ 6 એપ્રિલે ભાજપમાં જોડાશે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે

છેલ્લા ઘણા સમયથી અશ્વિન કોટવાલની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી જોવા મળી રહી છે. તેઓ કોંગ્રેસથી છેડો ફાડશે તેવી વાતોએ જોર પકડ્યુ હતું ત્યારે હવે તેઓ ભાજપમાં 6 એપ્રિલના રોજ જોડાઇ શકે છે તેવી શક્યતા વર્તાઇ રહી છે. જો કે આ મામલે અશ્વિન કોટવાલ મામલે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ થોડા સમય પહેલા જ ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પણ તૂટી હતી. ખેડબ્રહ્મા તાલુકા પંચાયત અશ્વિન કોટવાલના વિસ્તારની છે. કોટવાલ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરી ચૂક્યા છે. ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. ત્યારે હવે અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઇ શકે છે તેવુ સામે આવતા કોંગ્રેસમાં મોટુ ભંગાણ સર્જાશે.જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.

Next Story