વલસાડ : ઉમરગામની ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં ભીષણ આગ

વલસાડની ઉમરગામ GIDCના થર્ડ ફેઝમાં આવેલી ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી

New Update
Advertisment
  • વલસાડમાં ફરી એકવાર આગનો બનાવ

  • ઉમરગામની પોલી પ્લાસ્ટ કંપનીમાં ભીષણ આગ

  • આખી કંપની આગની ચપેટમાં

  • ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો

  • 8 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો

Advertisment
વલસાડની ઉમરગામ GIDCના થર્ડ ફેઝમાં આવેલી ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક ધૂમાળો નીકળવા લાગ્યો હતો. કંપનીમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડે અન્ય 2 કામદારોને ઘટના અંગે એલર્ટ કરી ફાયર એક્સિઝ સિલિન્ડર વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપની સંચાલક અને ઉમરગામ ફાયરની ટીમની ઘટનાની જાણ કરાઈ હતી. કંપનીમાં પ્લાસ્ટિકની બેગ બનતી હતી. જેથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગ જોતજોતમાં કંપનીમાં ઝડપથી ફેલાવા લાગી હતી.ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીની આજુબાજુમાં આવેલી કંપનીના કામદારોને ઘટનાની જાણ થતાં તેઓ મદદે દોડી આવ્યાં હતા. ઉમરગામ GIDC ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આગની ઘટનાની ગંભીરતાને લઈને મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઉમરગામ GIDC, નગર પાલિકા સહિત કુલ 8 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને કંપનીની ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામની નજીક આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી જેમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનના મેનેજર સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે ચાર લોકો ઘાયલ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
Latest Stories