ગાંધીનગર: ભરૂચ અને નર્મદા જિલ્લા પ્રમુખ દ્વારા કૂપોષિત બાળકોને દત્તક લેવાયા, ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ

ભરૂચ અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રમુખ દ્વારા ગાંધીનગર ખાતેથી કુપોષણ નાબૂદ અભિયાન હાથ ધરવામાં આવ્યું.કાર્યક્રમ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ ઉપસ્થિત રહ્યા.

New Update
ગાંધીનગર: ભરૂચ અને નર્મદા જિલ્લા પ્રમુખ દ્વારા કૂપોષિત બાળકોને દત્તક લેવાયા, ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ

ભરૂચ અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રમુખ દ્વારા ગાંધીનગર ખાતેથી કુપોષણ નાબૂદ અભિયાન હાથ ધરવામાં આવ્યું.કાર્યક્રમ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ ઉપસ્થિત રહ્યા..

ગુજરાતમાંથી કુપોષિત બાળકોમાંથી કુપોષણ દૂર કરવા માટે ગાંધીનગર ખાતેથી ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા દ્વારા ભરૂચના 4600 બાળકો અને નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ દ્વારા નર્મદા જિલ્લાના 702 બાળકો દત્તક લેવામાં આવ્યા છે. કુલ સંખ્યા 5302 બાળકોને 3 મહિના સુધી રોજ 200 ગ્રામ દૂધ અને પૌષ્ટિક આહાર આપીને કુપોષણમાંથી બહાર લાવા માટે અભિયાનનો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો..

Latest Stories